કલેકટર કચેરી, અમરેલી ખાતે કલેકટર શ્રી અજય દહીયાના અધ્યક્ષ સ્થાને અને તમામ વિભાગના અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં યોજાયેલ જી૬ત્સિલા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિની બેઠકમાં અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી જી૬ત્સિલાના લોકોના વિલંબમાં પડેલ પ૦ થી પણ વધુ પ્રશ્નોનો હલ કરાવેલ છે. સાંસદશ્રી તરફથી બેઠકમાં પી.જી.વી.સી.એલ., મહેસુલ, વાસ્મો, પાણી પુરવઠા, એસ.ટી. વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઈ વિભાગ સહિતના ડિપાર્ટમેંટ લગત ૧૦પ પ્રશ્નો રજુ કરી તે અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવેલ
હતો. જેમાં સાંસદશ્રીએ રજુ કરેલ ૧૦પ પ્રશ્નો માંથી પ૦ થી પણ વધુ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ છે અને બાકી રહેતા પ્રશ્નોનું આગામી બેઠક પહેલા નિવારણ આવે તે માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સુચન કરી તાકીદ પણ કરેલ હતી. આ બેઠકમાં ધારાસભ્યો શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી જે.વી.કાકડીયા, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવીયા, જી૬ત્સિલા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન જ૬ત્સિપેશભાઈ મોવલીયા તેમજ તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.
જિલ્લા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિનીમિટીંગમાં પ૦ થી વધુ પ્રશ્નોનો હલ કરાવતા સાંસદ નારણભાઈ કાછડીયા

Recent Comments