વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત જિલ્લા સ્તરીય ખર્ચ નીરીક્ષણ ટીમની તાલીમ ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.
આગામી વિધાનસભાની તૈયારીઓ રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તે અંતર્ગત ચૂંટણીમાં થતાં ખર્ચ પર દેખરેખ રાખનાર ટીમની રચના કરીને આ ટીમ વિવિધ પાર્ટી તેમજ ઉમેદવારોના ખર્ચનું નીરિક્ષણ રાખે છે. આ ટીમમાં સામેલ જિલ્લા સ્તરના અધિકારીઓની એક તાલીમ આજે કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ચૂંટણીમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાં તેમજ કયા વિષય પર વિષય પર વધુ ધ્યાન રાખવાની જરૂર છે તેના પર વિશેષ ભાર આપીને લોકશાહીનો આ અવસર સારી રીતે પસાર થાય તે માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભાવનગર તથા જિલ્લા સ્તરીય માસ્ટર ટ્રેનર એવાં પ્રાંત અધિકારીશ્રી, હિતેષ જણકાટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
આ અવસરે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એન. કટારા અને ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


















Recent Comments