ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટ આધારે અંડર-૧૫ વયજૂથમાં ભાઈઓ અને બહેનો (તા. ૦૧ જાન્યુઆરી, ૨૦૦૯ પછી જન્મેલા) માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન છે. પસંદગી પ્રક્રિયા કાર્યક્રમ સપ્ટેમ્બર-૨૦૨૪ની તા. ૦૯ થી ૧૧ સુધી, સવારે. ૯.૦૦ વાગ્યાથી બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન યોજાશે. હાઇટ હન્ટમાં ૧૨ વર્ષની ઉંમરના ભાઈઓ માટે ઉંચાઈ ૧૬૬+ સે.મી. બહેનો ૧૬૧+, ૧૩ વર્ષ ભાઈઓની ઉંચાઈ ૧૭૧+, બહેનો ૧૬૪+, ૧૪ વર્ષ ભાઈઓ ૧૭૭+, બહેનો ૧૬૯+ અને ૧૫ વર્ષની ઉંમરના ભાઈઓની ઉંચાઈ ૧૮૨+ અને બહેનોની ૧૭૧+ માપદંડ છે.આ પ્રક્રિયામાં ભાગ લેવા માંગતા, મૂળ ગુજરાતના નિવાસી ખેલાડીઓ ભાઈઓ અને બહેનોએ જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડના પુરાવા સાથે નિયત દિવસમાંથી કોઈ પણ દિવસે સરદાર પટેલ, રમત સંકુલ, ચિત્તલ રોડ, ગોળ દવાખાનાની બાજુમાં, અમરેલી ખાતે ઉપસ્થિત રહેવું.આ અંગેની વધુ વિગતો માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત વિકાસ કચેરીનો અથવા કન્વીનર શ્રીનામોબાઇલ નંબર ૮૪૮૮૮૦૭૪૮૮ પર સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
જિલ્લા સ્પોર્ટ્સ સ્કુલમાં પ્રવેશ માટે હાઇટ હન્ટઃ સપ્ટેમ્બરની તા.૦૯ થી તા.૧૧ દરમિયાન યોજાશે

Recent Comments