જીઆઇડીસી રોડ પર બાંકડાઓ વચ્ચેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં જીઆઇડીસી રોડ પાસેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. રોડ પાસે મૂકેલા બાંકડાઓની વચ્ચે ઊંધા માથે પડેલો મૃતદેહ મળી આવતા અનેક રહસ્યના વમળો સર્જાયા છે. મૃતદેહ પાસેથી દેશી દારૂની પોટલી પણ પડેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ઊંધા માથે પડેલો મૃતદેહ જાેઇ લોકો ચોંકી ઉઠ્યા નોકરી-ધંધાર્થે જતા લોકોએ મકરપુરા જીઆઇડીસી રોડ પાસે મૂકેલા બાંકડા પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ જાેતા ચોંકી ઉઠ્યા હતા.
જાેતજાેતામાં સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બાંકડા પર ઊંધા માથે પડેલો મૃતદેહ જાેઇ લોકો ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ બિનવારસી મૃતદેહ અંગેની જાણ માંજલપુર પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો જીઆઇડીસી રોડ પર મૂકેલા બાંકડા પાસેથી ઊંધા માથે પડેલી મળી આવેલી લાશ અંગેની હજી સુધી કોઇ ઓળખ થઇ નથી. સ્થળ પર પહોંચેલી પોલીસે બિનવારસી લાશ અંગેની માહિતી મેળવવા માટે સ્થાનિક લોકોની પૂછપરછ કરવા છતાં કોઇ માહિતી મળી નથી. અત્રે પોલીસે અજાણ્યા વ્યક્તિનું મોત ચોક્કસ કયા કારણોસર થયું છે તે જાણવા માટે લાશનો કબજાે લઇને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
Recent Comments