fbpx
રાષ્ટ્રીય

જીએસટીના દાયરામાં પેટ્રોલ-ડિઝલ આવી શકે છે


કોરોનાની સારવાર માટેના ઉપકરણો અને દવાઓ પર પણ ટેક્ષમાં છૂટછાટ અપાઇ શકે છે. ૧ર જૂને થયેલ જીએસટી પરિષદની ૪૪મી બેઠકમાં, ૩૦ સપ્ટેમમ્બપર સુધી કોરોના સારવારમાં વપરાતી દવાઓ અને ઉપકરણો પર જીએસટીના દર ઘટાડાયા હતાં. હવે આ છૂટછાટ ૩૧ ડીસેમ્બઓર સુધી લંબાવવામાં આવે તેવી શકયતા છે. આ બેઠકમાં રાજયોને નુકસાનના વળતર પર પણ ચર્ચા થઇ શકે છે. જણાવી દઇએ કે ઓગસ્ટક મહિનામાં જીએસટીની આવક ૧,૧ર,૦ર૦ કરોડ રૂપિયા રહી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે ઓગસ્ટીમાં ૧,૧ર,૦ર૦ કરોડ રૂપિયાની કુલ જીએસટીની આવકમાં સીજી એસટીનો હિસ્સોુ ર૦પરર કરોડ, એસજીએસટીની હિસ્સે દારી ર૬,૬૦પ કરોડ રૂપિયા રહ્યો. એકીકૃત જીએસટીની હિસ્સે દારી પ૬ર૪૭ કરોડ અને સેસની હિસ્સેરદારી ૮૬૪૬ કરોડ રૂપિયા રહી છે.નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણની અધ્યસક્ષતામાં જીએસટી પરિષદની ૪પ મી બેઠક આજે ૧૭ સપ્ટેરમ્બસરે લખનૌમાં થશે.

તેમાં ચાર ડઝનથી વધારે વસ્તુોઓ પર ટેક્ષ દરની સમિક્ષા થઇ શકે છે. જેમાં કોરોના સંબંધી ૧૧ દવાઓ પર ટેક્ષ છૂટને ૩૧ ડીસેમ્બિર ર૦ર૧ સુધી લંબાવવાનો ર્નિણય પણ થઇ શકે છે. આ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ, કુદરતી ગેસ અને એવીએશન ટર્બાઇન ફયુઅલ (વિમાન ઇંધણ) ને જીએસટીના દાયરામાં લાવવા પર વિચારણા થઇ શકે છે. સુત્રોનું કહેવું છે કે આ બેઠકમાં જીએસટી પરિષદ સાથે જાેડાયેલી બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે કોમન ઇલેકટ્રોનિક પોર્ટલ પણ લોંચ થઇ શકે છે. જીએસટી પરિષદ, ઝોમેટો અને સ્વીણગી જેવી ઓનલાઇન ફુડ ડીલીવરી એપને રેસ્ટોંરન્ટપ ગણીને તેમની ડીલીવરી પર પાંચ ટકા જીએસટી લગાવવાના પ્રસ્તાનવ પર વિચારણા કરી શકે છે. નાણાં મંત્રાલયે ટવીટ કરીને જણાવ્યુઇ કે સવારે ૧૧ વાગ્યેર શરૂ થનારી બેઠકમાં રાજયો અને કેન્દ્રા શાસિત પ્રદેશોના નાણાં પ્રધાનો તથા કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સીનીયર અધિકારીઓ ઉપરાંત નાણાં રાજય પ્રધાન પંકજ ચૌધરી પણ સામેલ થશે.

Follow Me:

Related Posts