જીએસટી કાયદામાં સુધારો કરતા રદ થયેલા કરદાતાઓ ફરી જીએસટી નંબર ચાલુ કરાવી શકશે
કરદાતા વેપાર ધંધા ફરી વાર શરૂ કરવા માટે જીએસટી કાયદામાં સુધારો કરીને ૨૦ માર્ચ ૨૦૨૦થી ૩૦ જૂન ૨૦૨૧ સુધીમાં જે કરદાતાઓના નંબર રદ થયા હોય તેઓ ઓનલાઇન જઇને પોતાનો નંબર ચાલુ કરવા માટે અરજી કરી શકશે. અરજી બાદ જયુડિશિયલ તપાસ કરીને તેમની પાસેથી બાકી રહેતા ટેક્સને વ્યાજ સાથે ભરવાની બાંયધરી લઇને ચાલુ કરી આપશે. અંદાજ મુજબ માત્ર અમદાવાદમાં ૪૨ હજાર રજિસ્ટ્રેશન રદ કરી દેવાયા હતા. જે આ સુધારો થતા પોતાનો નંબર શરૂ કરવા માટે અરજી કરી શકશે. આમ આવા કોઇ કરદાતાના નંબર રદ થયો હોય તો તેઓએ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ પહેલા અરજી કરી દેવાની રહેશે. આમ સરકારે ઇઝ ઓફ ડુઈંગમાં રદ થયેલા નંબર ચાલુ કરવા માટે ૧૮૦ દિવસની છૂટ આપીને કોવિડ સમયમાં થયેલા નુકસાન ભરપાઇ કરવા માટે એક તક આપી છે. તાજેતરમાં જીએસટી વિભાગે ૬ રિટર્ન નહીં ભરનારા કરદાતાના નંબર રદ કર્યા હતા. કોરોનાની સ્થિતિને કારણે આ કરદાતા નંબર ફરી ચાલુ કરાવવા અરજી કરી શક્યા ન હતા. કરદાતાઓને મુશ્કેલી ન પડે તે માટે છેલ્લા ૧૮૦ દિવસમાં બંધ થઈ ગયેલા નંબર ફરી ચાલુ કરવા વ્યવસ્થા ગોઠવાઈ છે. શહેરમાં ૪૨ હજાર કરદાતાના નંબર રદ થઈ ગયા હતા. કોરોનાને કારણે ૨૦ માર્ચ ૨૦૨૦ બાદ ઘણા કરદાતા રિટર્ન ફાઇલ કરી શક્યા નહોતા અને તેમના નંબર રદ થઇ ગયા હતા. જેની સામે કરદાતાઓ અરજી પણ ન કરી શકતા વેપાર ધંધાને નુકસાન પહોંચ્યું હતું.
Recent Comments