જીએસટી વિભાગે ગાંધીધામની ટ્રેડર પેઢીના ૭ કરોડના બોગસ ઈનવોઈસ ઝડપાયા

ગાંધીધામમાં કોલસાનો ટ્રેડીંગ સાથે જાેડાયેલી એક પેઢીના વેપાર સબંધિત ફાઈલીંગમાં દસ્તાવેજાે વચ્ચે સુમેળ ન થતા અને ગેરરિતીની ગંધ આવતા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં કોલસાની ટ્રેડીંગ કરતી આ પેઢી ખરેખર ધંધો પણ કરતો હોવાનું અને સાથે ઉભી કરેલી અન્ય કંપનીમાં ખોટા બીલ બનાવીને તેનો ખોટી રીતે લાભ લેતો હોવાનું ખુલવા પામ્યું હતું. તપાસમાં ૭ કરોડ જેટલી જંગી કિંમતના ફેક ઈનવોઈસ કઢાયા હોવાનું ખુલવા પામ્યું હતુ, જેની પાસેથી ત્રણ કરોડની રકમ વસુલ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં કોલસાનો જથ્થો ટ્રેડરે ગાંધીધામથી મુંબઈ, ત્યાંથી રાજસ્થાન અને આવીજ રીતે બે ત્રણ અન્ય સ્થળોએ લે વેંચ દેખાડી હતી. ખરેખર તો આ તમામ ગતિવિધી માત્ર ને માત્ર કાગળ પર ઘોડા દોડાવીને કરાવી હતી.
આ પ્રકારની કામગીરી અગાઉ પણ સમય સમય પર ઝડપાતી રહી છે, પરંતુ ગાંધીધામ સ્થિત પેઢી દ્વારા આ પ્રકારની ગેરરીતિ આચરાયાનો કિસ્સો જવલ્લેજ અગાઉ પ્રકાશમાં આવ્યો હતો.ગાંધીધામમાં કેન્દ્રીય જીએસટી વિભાગ દ્વારા કોલસાનો વેપારના ફેક ઈનવોઈસ બનાવનાર શહેરની ટ્રેડર પેઢીના કૌભાંડને ઉજાગર કર્યો હતો. તપાસમાં કુલ ૭ કરોડના ખોટા બીલ ઉભા કરાયા હોવાનું ખૂલ્યું હતું, ત્રણ કરોડ તેમાંથી જમા કરાવાયા હતા. જીએસટી લાગુ થયા બાદથી એક યા બીજી રીતે કાયદાની છટક બારીઓ ગોતીને દેશની તિજાેરીમાં બાંકોરું પાડવાનું કાર્ય કરતા કરચોરો પર વિભાગે સીંકજાે કસવાની શરૂઆત કરી છે.
Recent Comments