ભાવનગર

જીગ્નેશ દાદા ના વ્યાસાસને ભાગવત કથાનો મંગળવારથી પ્રારંભ

તળાજા મહુવા તાલુકાના સીમાડે ડુંગર ગિરિમાળા વચ્ચે આવેલ ગોધામ કોટીયા જગ્યા ખાતે આગામી તા. 14 ને મંગળવારથી લોકપ્રિય વિદ્વાન કથાકાર પૂ.જીગ્નેશ દાદા રાધે રાધે ના મુખેથી શ્રીમદ ભાગવત કથા નો પ્રારંભ થશે.

 જંગલમાં મંગલ સમાન આ જગ્યા ખાતે કથા શ્રવણ માટે આવનાર શ્રોતાજનો માટે 100×400 ફૂટના વિશાળ ડોમ તેમજ 600 ઉપરાંત મંડપગાળા ઓ માં 50,000 લોકો ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.આ ઉપરાંત સૌ માટે અવિરત ચા,પાણી,શરબત ની સેવા પણ સતત શરૂ રહેશે.  પાર્કિંગ સહિતની પણ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. ગુરુ દત્તાત્રેય આશ્રમ ગૌધામના થાણાપતિ મહંત પૂ. લહેરગીરીબાપુના માર્ગદર્શન નીચે મોટી સંખ્યામાં સ્વયંસેવકો કથા આયોજનને આખરી ઓપ આપી રહ્યા છે.

Related Posts