જીટીયુની યુએફએમ (અનફેર મિન્સ કમિટી)એ ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની પરીક્ષાઓમાં ચોરી કરતાં પકડાયેલા ૩૬૧ વિદ્યાર્થીઓને લેવલ ૧થી લેવલ ૬ સુધીની સજા ફટકારી છે. આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરવાથી માંડીને ત્રણ સેમેસ્ટર સુધી પરીક્ષામાં નહીં બેસવાની સજા કરવામાં આવી હતી. વિવિધ કોર્સની પરીક્ષામાં કાપલીઓની મદદથી ચોરી કરતા કુલ ૩૭૬ વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા. આ વિદ્યાર્થીઓની સામે જીટીયુના પ્રતિનિધિઓએ કોપી કેસ કર્યો હતો. આ અંગે યુએફએમ કમિટીની સુનાવણી દરમિયાન આ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
જીટીયુએ પરીક્ષામાં નકલ કરતા ઝડપાયેલા ૩૬૧ને વિદ્યાર્થીઓને લેવલ ૧થી લેવલ ૬ સુધીની સજા ફટકારી

Recent Comments