અમરેલી

જીલ્લા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ અમરેલીની મળેલ બેઠકમાં સાવરકુંડલા અને લીલીયા મતવિસ્તારના પ્રાણપ્રશ્નો ઉઠાવતા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત

તા, ૧૭ /૭ /૨૦૨૧ ના રોજ  અમરેલી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલ જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ ની બેઠકમાં વિવિધ સબંધિત વિભાગોના લગત પોતાના મતવિસ્તાર ના પ્રશ્નો બાબતે અગાઉ લેખિતમાં રજુઆતો કરેલ હતી તે અંગેની ત્રીજા શનિવાર નાં રોજ મળનારી બેઠકમાં તમામ વિભાગના અધિકારી સાથે ચર્ચા વિચારણા કરેલ જેમાં સાવરકુંડલા અને લીલીયા ખાસ વાવાઝોડા ના કારણે પડી ગયેલ મકાન સહાયમાં ઘણા અરજદારો લાભ થી વંચિત રહી ગયેલા છે તેવા અરજદારોને સહાય આપવા માટે રજૂઆત કરી તેમજ  તાલુકા નાં વિવિધ પ્રાણ પશ્નો જેવાકે પાણી,રસ્તાઓ, આરોગ્ય,વીજળી,ખેડૂતોના અન્યો પ્રશ્નોને પ્રાથમિકતા ધ્યાને લઇ સબંધિત વિભાગ ના અધિકારીઓશ્રી ને જરૂરી સૂચના અને સત્વરે કામગીરી કરવા અનુરોધ કરેલ હતો, જેમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામડાઓમાં હાલ તૌક્તે વાવાઝોડા થવાને કારણે ખેડૂતોને તેમજ આમ જનતાને થયેલ નુકશાન ની સમિક્ષા કરવામાં આવેલ અને તંત્રને વાકેફ કરવામાં આવેલ તેમજ સર્વે અંગેની ચર્ચા વિચારણા ના અંતે તંત્ર દ્વારા જણાવેલ કે, જો લોકોના ફોરમ ભરાયેલ છે

તેમની યાદી સરકાર શ્રીમાં મોકલવામાં આવેલ છે, તેમની મંજુરી મળ્યે થી રિસર્વે ની કામગીરી કરવામાં આવશે.  .ર્તેમજ સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગામડાઓના રોડ રસ્તા અને સબંધિત વિભાગના અધિકારી સાથે ચર્ચા કરી રોડ રસ્તા રીપેર તથા નવા બનાવાવની દરખાસ્ત કરવા જણાવેલ હતું, આરોગ્ય બાબતે ગામોમાં પુરતી સુવિધાઓ આપવા અને લોકો તથા બાળકો હેરાન નથાય તે માટે જરૂરી સૂચના અને અનુરોધ કરવામાં આવેલ હતો, વીજળી બાબતે સાવરકુંડલા તાલુકા તથા લીલીયા તાલુકાઓના ગામોમાં ખેતીવાડી વીજળી માટે અરજદારો હેરાન પરેશાન થતા હોય છે તે અંગે સબંધિત વિભાગના અધિકારી સાથે આ અંગેની જરૂરી માહિતી મેળવવામાં આવેલ અને લોકોને સમયસર વીજ પુરવઠો આપવામાં આવે અને તેમના પ્રશ્નો નો નિકાલ આવે તેવી ખાસ સૂચના આપવામાં આવેલ તેમજ ખેડૂતોના પશ્ને તેઓની અરજીઓ કરવા છતાં તેઓના પ્રીમીયમ નાં નાણા મળેલ નહોય તે અંગે આ સબંધિત વિભાગના અધિકારી શ્રી પાસેથી સંપૂર્ણ પણે માહિતી માગેલ હતી અને  તેમાં નીયામોનુંસરની કાર્યવાહી કરાવવા જણાવેલ હતું    

કોરોના ના કારણે વિધાર્થીઓ ના ભવિષ્ય ના બગડે તે માટે ખાસ કલેકટર શ્રી, તેમજ સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને કોલેજ, હાઇસ્કુલ, શાળાઓ માં વિધાર્થીઓને સ્કુલ લીવીંગ નહી આપવાના કારણે જેતે સુક્લમાં દાખલ કરવામાં આવતા નથી જેથી આવા કોઇપણ વિધાર્થીઓ ને આ પ્રશ્ને ધારાસભ્ય શ્રીના કાર્યાલયે સંપર્ક કરવો જેથી તેમની યોગ્ય કાર્યવાહી કરી વિધાર્થીઓને અભ્યાસ થી વંચિત નાં રહેતેવી  સબંધિત વિભાગ ને જાણ કરવામાં આવેલ.            આમ સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારના સાવરકુંડલા-લીલીયા તાલુકાના તમામ લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી લોકો હેરાન પરેશાન નથાય અરજદારોને ખોટા ધર્મ નાં ધક્કા ખાવા નપડે અને તેઓને ન્યાય મળી રહે તેવા શુભઆશ્ય ને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે તેમનો નિકાલ થાય તે હેતુસર ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત દ્વારા  કલેકટર શ્રી નાં અધ્યક્ષ સ્થાને મળેલ જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ હેઠળ ની બેઠકમાં જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ માં પ્રશ્નો રજુ કરવામાં  અને તેમનો ઉકેલ લાવવામાં આવેલ છે.

Related Posts