જીવદયા નંદીશાળા ટ્રસ્ટ ના છાસ વિતરણ કેન્દ્ર ની મુલાકાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ પધાર્યું
દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત જીવદયા નંદીશાળા ટ્રસ્ટ ના છાસ કેન્દ્ર ની મુલાકાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ પધાર્યું શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સહિત ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના સંકલન થી ચાલતા વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર ની મુલાકાતે શ્રી ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ દુષયનભાઈ પારેખ.જ્યેન્દ્રભાઈ પારેખ.સુધીરભાઈ પારેખ સહિત ના ટ્રસ્ટી ઓ એ છાસ કેન્દ્ર ની મુલાકાત લીધી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી હવેલી સવારે નિસ્વાર્થ સેવા કરતા સ્વંયમ સેવકો ના સંકલન થી ઉનાળા ની કાળઝાળ ગરમી માં હિમાલય જેવો હેત વરસાવતું છાસ વિતરણ કેન્દ્ર દૈનિક ૨૦૦૦ જરૂરિયાત મંદ વ્યક્તિ ઓના ૫૦૦ જેટલા પરિવારો માટે આશીર્વાદ રૂપ સેવા આપી રહેલ જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદી સેવા ટ્રસ્ટ અનસૂયા ટ્રસ્ટ ગાયત્રી પરિવાર પટેલ પ્રગતિ મંડળ દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સહિત ઉદારદિલ દાતા ઓની સરાહના કરતા પ્રમુખ દુષયનભાઈ પારેખ તેમજ સર્વ ટ્રસ્ટી મંડળ વ્યવસ્થા શક્તિ અને નિસ્વાર્થ સેવા ને બિરદાવી હતી અને છાસ વિતરણ માટે શ્રી મતિ હંસાબેન રાજેન્દ્રભાઈ પારેખ ના જન્મ દીને જ્યેન્દ્રભાઈ પારેખ દ્વારા એક દિવસીય સૌજન્ય પ્રાપ્ત થયું હતું
Recent Comments