fbpx
અમરેલી

જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના મુક સેવક પાયા ના પથ્થર કલ્યાણભાઈ માવજીભાઈ મુલાણી નું દેહાંવસાન સદગત ને સમગ્ર સંસ્થા દ્વારા પુષ્પાજંલી

દામનગર શહેર માં બળદો ગૌવંશ ને લાલન પાલન કરતી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત સંસ્થા માં મુક સેવક પાયા ના પથ્થર સ્વ કલ્યાણભાઈ માવજીભાઈ નું દેહાંવસાન થતાં સમગ્ર સંસ્થા ના ટ્રસ્ટી સ્વંયમ સેવકો એ સદગત ને શ્રદ્ધાંજલિ અર્પિ હતી હજારો અબોલ જીવો સાથે આત્મીય ભાવે સતત સેવારત સ્વ કલ્યાણભાઈ મુલાણી નું અવસાન થતાં સમગ્ર સંસ્થા એ અક્ષુભીની આંખે પુષ્પાજંલી આપી હતી સ્વ કલ્યાણભાઈ મુલાણી દ્વારા સ્થાપના કાળ થી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ માં મુક સેવક બની અબોલ જીવો ની સેવારત રહ્યા હતા દામનગર ના પાડરશીંગા ગામ ના સ્વ કલ્યાણભાઈ માવજીભાઈ મુલાણી સંપૂર્ણ નિષવાર્થ ભાવે દૈનિક નંદી શાળા માં આવી બળદો ની સેવા કરી કરુણા વત્સલ્ય નું ઉત્તમ ઉદરણ બની રહ્યા હતા સદગત ના સંસ્થા ના ભગવનભાઈ નારોલા નટુભાઈ આસોદરિયા ગોરધનભાઇ આસોદરિયા મનસુખભાઈ નારોલા જ્યંતીભાઈ નારોલા ભીખાભાઈ આસોદરિયા મહેશભાઈ સિદ્ધપરા મહેશભાઈ નારોલા ધીરુભાઈ પુનાભાઈ નારોલા સુરેશભાઈ અજમેરા અરવિંદભાઈ બાલધા ભરતભાઇ ડોબરીયા કિશોરભાઈ માલવીયા ઇન્દુભાઈ નારોલા સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ સ્વંયમ સેવકો કર્મચારી ઓએ શ્રદ્ધાંજલિ આપી હતી 

Follow Me:

Related Posts