જી.જી.હોસ્પિટલ યૌનશોષણનો મામલોઃ બે આરોપીઓની ધરપકડ
જામનગર જી.જી. હોસ્પિટલમાં મહિલા યૌનશોષણ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા બે શખસોને ગઇરાત્રે ઝડપી લેવામાં આવ્યા હતા.
યૌનશોષણ મામલે એચ.આર મેનેજર એલ.બી. પ્રજાપતિ અને અકબર અલી નામના શખસની ધરપકડ કરાઇ છે. ત્યાર બાદ યૌનશોષણમાં વધુ નામ ખૂલવાની શક્યતા છે. આરોપીઓ દ્વારા યુવતીઓ સાથે શારીરિક અડપલાં કરી ફોટા પાડવામાં આવતા હતા અને એ ફોટાઓના આધારે મહિલાઓને બ્લેકમેઇલ કરી શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરાતી હતી.
જ્યારે આગળની તપાસમાં હજુ પણ બે-ત્રણ લોકોનાં નામ સામે આવી શકે છે. મહિલાઓ શારીરિક સંબંધો બાંધવા રાજી ન થાય તો તેને નોકરી પરથી બરતરફ કરી ફોટાઓ વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. ત્યાર બાદ આખરે યૌનશોષણ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીને અટક કરવામાં આવી છે અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોરોનાની બીજી વેવ દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બે હજાર કરતાં વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જેમની દેખરેખ માટે ૫૦૦ કરતાં વધુ અટેન્ડન્ટ્સની નિમણૂક કરવામાં આવી હતી. આ અટેન્ડન્ટ્સ પૈકીની કેટલીક મહિલા અટેન્ડન્ટ્સ દ્વારા તેમના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જાે મહિલા અટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરવામા આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો.
Recent Comments