આ ઇનોવેશન ફેરમાં પ્રાથમિક શાળાના ૩૭ શિક્ષકો અને માધ્યમિક શાળાના ૦૨ શિક્ષકો મળીને કુલ ૩૯ શિક્ષકો દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં તેમણે કરેલા નાવીન્યપૂર્ણ પ્રયોગો વિશે નું નિદર્શન રજૂ કરવામાં આવ્યું હતું .જિલ્લાના અધિકારીઓ અને શિક્ષણ ક્ષેત્રના વિવિધ તજજ્ઞોની હાજરીમાં અને સરકાર શ્રી ની કોવિડ – 19 ની એસ ઓ પી ગાઈડ લાઈન પ્રમાણે તમામ કાર્યક્રમ રજુ થયેલ હતો. આ ઇનોવેશન ફેર માં મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળાના ઈનોવેટીવ શિક્ષક દંપતી શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડ એ પોતાના જાતે બનાવેલા 2000 જેટલા શેક્ષણિક રમકડાં રજુ કરી સૌના દિલ જીતી લીધા હતા. તેમજ શીતલબેન ભટ્ટીએ “બાળમાનસ આધારિત શૈક્ષણિક રમકડા” અને રમેશભાઈ બારડ એ “FLN- સંખ્યાજ્ઞાન આધારિત શૈક્ષણિક રમકડાં ” દ્વારા પોતાના અદભુત ઇનોવેશન રજૂ કર્યા હતા. તેમના આ ઇનોવેશન માટે વિશ્વ વંદનીય સંત શ્રી મોરારી બાપુએ પ્રસન્નતા આશીર્વાદ લખી આપેલ છે. ઉલ્લેખનીય છે કે આ શિક્ષક દંપતીએ કોરોના સમયમાં વર્ક ફ્રોમ હોમ ના સમયગાળામાં 2000 જેટલા શૈક્ષણિક રમકડાંઓ જાતે બનાવી ઘરે ઘરે જઈને શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણ પૂરું પાડ્યું હતું તેમાંથી રમેશભાઈ બારડની “મલ્ટીપર્પજ એજ્યુકેશનલ કાર્ટ” રમકડા કૃતિએ નેશનલ કક્ષાના રમકડાં મેળામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભાવનગર જિલ્લા ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર તાજેતરમાં સિદસર ખાતે યોજાયો હતો.


















Recent Comments