જુનાગઢના ભવનાથ ખાતે શિવરાત્રિના મેળાના ત્રીજા દિવસે ૪ લાખથી વધુ ભક્તોએ લીધો લાભ
આસ્થા અને શ્રદ્ધાનો મેળો એટલે શિવરાત્રિનો મેળો જ્યાં ભજન ,ભોજન અને ભક્તિ ની સાથે ચાર દિવસ ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્રણ દિવસથી ચાલતા આ મેળામાં અત્યાર સુધીમાં ચાર લાખથી પણ વધારે શ્રદ્ધાળુ એ જુનાગઢ ભવનાથ મંદિર અને અલગ અલગ તીર્થ સ્થાનોના ના દર્શન કર્યા છે. ભજન કીર્તન તેમજ ભોજન સાથે મહાદેવ નો જય જયકાર કર્યો હતો. આમ તો ભવનાથ ક્ષેત્રમાં અલગ અલગ તીર્થ સ્થાનો આવેલા છે પરંતુ વર્ષમાં એકવાર આવતો હોય છે ત્યારે શિવરાત્રી લોકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા હોય છે. કારણ કે આ શિવરાત્રીના મેળામાં ભોજન અને પ્રસાદી નિશુલ્ક મળી રહેતી હોવાથી લોકો આ મેળાને ખૂબ સેવા હેતુથી જાેતા આવ્યા છે.
Recent Comments