ગુજરાત

જુનાગઢની ચોકપોસ્ટ પરથી ટ્રક પસાર થવા દેવા માટે એક લાંચ લેતા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી

ચોકપોસ્ટ પરથી ટ્રક પસાર થવા દેવા માટે ૬,૫૦૦ની લાંચ લેતા એસીબીની જાળમાં ફસાયો જુનાગઢના માંગરોળ-મરીન પોલીસ સ્ટેશનનો લાંચિયો પોલીસ કોન્સ્ટેબલ એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ફસાયો હતો. આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીના કાકાની ટ્રકો પોરબંદરથી બોક્સાઈડ ભરીને અમરેલી ખાલી કરવા જતી હતી. જે બોક્સાઈડ ટ્રકો રોયલ્ટી પાસ અને અંડરલોડ હોવાછતા માંગરોળ- મરીન પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ કે.સીસોદીયા ટ્રકો રોકતો હતો. આથી ફરિયાદી સીસોદીયાને રૂબરૂ મળતા પોલીસ કોન્સ્ટેબલે ટ્રકો ચેક પોસ્ટથી પસાર થવા દેવા માટે એક ટ્રક દીઠ રૂ.૫૦૦ લેખે ચાર ટ્રકના ચાર મહિનાના રૂ.૮,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીની ટીમે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે જાળ બિછાવીને રૂ.૬,૫૦૦ ની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેહલ ચંદ્રસિંહ સાસોદીયાને રંગેહાથ ઝડપી લીધો હતો. પોરબંદર એસીબીના પીઆી ભી.કે.ગમાર અને ટેમની ટીમે આ કામગીરી બજાવી હતી.

Related Posts