જુનાગઢનું હાટ સુરતમા માનવીય અભિગમ જાજલ પરિવારને અભિનંદન– દિલીપ સંઘાણી

અવસાન પછી તેના અવયવો અન્ય દર્દી ઓને લાભકારકબને તે દિશામા સામાજીક જાગૃતિ નહિવત હોવાનુંકહી શકાય પરંતુ અહિ પ્રસ્તુત ધટના સમાજને નવિ દીશાઆપતો લાગણીસભર સમાજ સંદેશ બની રહે તેવો છે જેમા જોષીપરા–જુનાગઢના નવયુવાન નૈતિક હિમાંશુભાઈ જાજલ માર્ગ અકસ્માતમા બ્રેઈન ડેડ જાહેર થતા તેમના પરિવાર દ્રારા સરાહનીય માનવીય અભીગમ અપનાવી કાર્યરત અવયવો અન્યોના જીવ બચાવવા દાન કરવાના નિર્ણય બદલ જુનાગઢ સ્થિત જાજલ પરિવારને રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ બિરદાવ્યા છે સાથોસાથ એક પરિવાર અનેક જીવોનો તારણહાર બની સમાજીક જાગ્રુતિ અને પ્રેરણાનું કામ કરે છે તેમ જણાવેલ.કિડની, હદય, લીવર, આંખો જેવા શરિરના અંગો કોઈનેકોઈ રીતે અનેક જીવનને બચાવી શકે તેમ હોઈ,
નૈતિક જાજલ પરિવારે સામાજીક ઉદાહરણ પુરૂ પાડી ઉત્કૃસ્ઠ સમાજસેવાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે, નૈતિકના હદયનું સુરત સ્થિત હિરલ સંઘાણીમા પ્રત્યાપણ કરીને દિકરીને નવજીવન બક્ષેલ છે આ સેવાને બિરદાવતા દિલીપ સંઘાણીએ જાજલ પરિવારનો સહદય પૂર્વક આભાર સાથે આ અવયવો અનેક દર્દીઓની સંજીવની બની ગયા હોઈ, સમાજમા પણ આ અંગે જાગૃતિ અનિવાર્ય હોવાની અપીલ કરી હતી.
Recent Comments