જુનાગઢ ખાતે મારી” શાળા :આચાર નવાચાર” પુસ્તકનું લોકાર્પણ
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી અનેક પ્રકારના શિક્ષણ પ્રકલ્પો અમલમાં મૂકવામાં આવી રહ્યાં છે. તેમાં એક પ્રકલ્પ પુસ્તક પ્રકાશનો કરીને આયોજિત થતો હોય છે. આ સંસ્થા દ્વારા અગાઉ ગુજરાતના 31 શિક્ષકો જેમાં પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધીના ગુજરાતભરના નવાચારથી પદાર્પણ કરતા શિક્ષકોનો પરિચય કરાવતું પુસ્તક” શિક્ષણના ધ્રુવધારકો “પ્રકાશિત કરવામાં આવેલું.2023માં પ્રકાશિત થયેલું આ પુસ્તક ગુજરાતમાં ખૂબ આવકાર પામેલું. પછી હવે બીજા તબક્કામાં ગુજરાતની ઉત્તમ પ્રકારની શિક્ષણ સંસ્થાઓનો એક સંચય કે જે સંસ્થાઓ શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું દિપ જ્યોતીથી અજવાળું પાથરી રહી છે.તેનો પરિચય કરાવતું પુસ્તક “મારી શાળા: આચાર નવાચાર” આજે તા 14-11-24ના રોજ જૂનાગઢની વિશ્વગ્રામ સંસ્થામાં યોજાયેલી શિક્ષણ સંગોષ્ઠિમાં ઉદ્ઘાટન બેઠકમાં માં.શ્રી જવાહરભાઈ ચાવડા , ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદી અને યોગીપીર પૂજ્ય શેરનાથબાપુ ની ઉપસ્થિતિમાં લોકાર્પણ બપોરે 2-30 કલાકે થશે.આ પુસ્તકનું સંપાદન સંસ્થાના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર દ્વારા કરવામાં આવ્યું છે.શિક્ષણ સાથે સંકળાયેલા અનેક શિક્ષણ સાધકોએ આ પુસ્તકને સંસ્થા પરિચયના ક્ષેત્રમાં એક નવીન ભાત ઉપજાવે તેવું ગણાવ્યું છે .
Recent Comments