fbpx
અમરેલી

જુનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે જુનાગઢ જિલ્લાના મેંદરડા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૩૦૩૯૨૨૦૦૪ /૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના ગુનાનો આરોપી પોતાની ધરપકડ ટાળવા છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતો હોય, મજકુર આરોપીને સાવરકુંડલા ટાઉનમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે સાવરકુંડલા બસ સ્ટેન્ડથી પકડી પાડી, પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

મહંમદમુનીર કમરૂભાઇ ભુરાણી, ઉ.વ.૩૧, રહે.સાવરકુંડલા, કાપડીયા સોસાયટી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. જિગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, કિશનભાઈ આસોદરીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts