ગુજરાત

જુનાગઢ પોલીસ એક્શનમાંદલિત યુવાનનું કારમાં અપહરણ કરી નગ્ન કરી માર મારવાના કેસમાં ૩ ની ધરપકડ

ગોંડલના પૂર્વ ભાજપ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ વર્તમાન ભાજપ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશે જુનાગઢમાં પોતાના સાગરીતો સાથે દલિત યુવક સંજય રાજુભાઈ સોલંકીનું કારમાં અપહરણ કરી નગ્ન કરી માર માર્યો હતો. આ કેસમાં ભોગ બનાનર દલિત યુવક સંજય સોલંકીના નિવેદનને આધારે જુનાગઢ એ ડિવિઝન પોલીસે ગણેશ ગોંડલ સહિત તમામ ૧૧ આરોપીઓ સામે આઈપીસી કલમની વિવિધ કલમો, આર્મ્સ એક્ટ તેમજ એટ્રોસીટી હેઠળ ગુનો નોંધ્યો હતો.હવે જુનાગઢ એલસીબીએ આ કેસમાં સંડોવાયેલા ૩ આરોપીઓની ધરપકડ કરી છે.

જુનાગઢ એલસીબીએ આ કેસમાં બ્રેઝા કાર ચલાવનાર સહિત ૩ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના વાતની અને જસદણમાં રહેતા અતુલ કઠેરીયા તેમજ જસદણમાં રહેતા ફેઝલ ઉર્ફે પાવલી અને ઇકબાલની ધરપકડ કરી છે. ધરપકડ કરવમાં આવેલા ત્રણેય આરોપીઓએ ગુનહાની કબૂલાત કરી છે. ગુન્હા સમયે અતુલ કઠેરીયા કાર ચલાવતો હતો તેમજ અન્ય બે ગુન્હામાં સામેલ હતા.

જુનાગઢ એનએસયુઆઈના શહેર પ્રમુખ દલિત યુવક સંજય રાજુભાઈ સોલંકીનું અપહરણ કરીને નગ્ન કરીને માર મારવાના કેસમાં મુખ્ય આરોપી ગણેશ ગોંડલ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આ મામલે સવાલો ઉઠી રહ્યા છે કે ગણેશ ગોંડલ સાથે ગુન્હામાં રહેલા આરોપીઓ પકડાયા છે તો પોલીસ તેને કેમ પકડી રહી નથી. આ ગુનો આચરનાર તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવું અને ગુજસીટોકનો ઉમેરો કરી તાત્કાલિક આરોપીઓને પકડવા માંગ કરવામાં આવી છે. જ્યારે બનનારના દલિત યુવકના પિતા રાજુભાઈ સોલંકીએ ચીમકી આપી છે કે જો ગુરૂવાર સુધી આરોપીઓ નહીં પકડાય તો તેઓ પરિવાર સાથે કાળવા ચોક આંબેડકરના પૂતળા પાસે આત્મવિલોપન કરશે.

Related Posts