જુનાગઢ ભવનાથ તળેટીમાં 205 લાખના ખર્ચે બનેલ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરવા ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું સમગ્ર રાજ્યમાં પોલીસ માટે રહેણાંક અને કચેરી સુવિધા માટે 347 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ભવનોનું લોકાર્પણ સાથે 205 લાખના ખર્ચે બનાવેલ ભવનાથ પોલીસ સ્ટેશન નો લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ભવનાથ ખાતે યોજાયેલ સમારોહના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમે જણાવ્યું હતું કે સેવા સુરક્ષા અને સલામતીના મંત્ર સાથે કાર્યરત પોલીસની કામગીરીની સરાહના કરી જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનના નિર્માણ થી અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા માં વધારો થશે સાંસદ રાજેશ ચુડાસમા જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર શહેર ભાજપ પ્રમુખ શર્માએ આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસની મહત્વની ભૂમિકા ની સરાહના કરી હતી આ પ્રસંગે રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ના મહાન ઇન્દ્રભારતી બાપુ ગૌરક્ષક નાથ આશ્રમના મહંત શેરનાથબાપુ મહેન્દ્ર ગિરિ બાપુ મહાદેવ ગીરી બાપુ એ આશિર્વચન પાઠવ્યા હતા પોલીસ સ્ટેશનના લોકાર્પણ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ રેન્જ આઇજી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments