જુનાગઢ વોર્ડ નંબર 10 માં આવેલા વાણંદ ગલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે એકાંતરા પાણી પણ આવતું નથી આ વિસ્તારમાં ઘર પાસે ખાડા કર્યા તેમાં નળ છે તેમાં પણ પાણી આવતું નથી ત્યારે તેમાંથી પાણી ભરતા હતા પરંતુ પાણી ન આવતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં કફોડી હાલત ઊભી થઈ છે આ ઉપરાંત અંબિકા ચોક નજીક આવેલા રૂપાલી એપાર્ટમેન્ટ પાસે મનપાનો બોર છે તેની મોટર ખરાબ થઈ ગઈ છે આથી મનપાની વોટર વર્કસ શાખાના સ્ટાફ ત્રણ દિવસથી મોટર કાઢી લઇ ગયા હતા ત્રણ દિવસ થવા છતાં મોટર ના આવતા લોકોને પાણી વિના હેરાન થવું પડ્યું તો આ મામલે મ વોર્ડ નંબર 10ના નગરસેવેક હિતેન્દ્રભાઈ ઉદાણીએ રજૂઆત કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં આજે બપોરે મનપામાં વોટર વર્કસ શાખાના બહાર મંજીરા વગાડી અનોખો વિરોધ કરી તંત્રને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો ભાજપ શાસિત મનપામાં ભાજપના નગરસેવકોએ અનોખો વિરોધ કર્યો હતો છતાં મનપાની કોઈ અધિકારી કે કર્મચારી કોઈ દરકાર પણ લીધી નથી અંગે નગર સેવકે જણાવ્યું હતું કે પાણી મુદ્દે લોકોને ફરિયાદ મળતાં રજૂઆત કરી હતી અને તેનું નિરાકરણ ન આવતાં આ મુદ્દે વિરોધ કર્યો છે ટૂંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલન પણ કરવામાં આવશે
જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના નગરસેવકોએ મંજીરા વગાડી તંત્રને ઢંઢોળવા કર્યો નવતર વિરોધ

Recent Comments