જુનિયર એક્ટર હતી ત્યારે લોકોનું વર્તન જાેઈને ખૂબ રડતી ઃ અભિનેત્રી મૃણાલ ઠાકુર

ટીવી સિરિયલમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરનારી મૃણાલ ઠાકુરે ફિલ્મોમાં લીડ રોલ મળવા સુધીની સફર કરી છે. મૃણાલ માટે ગ્લેમર જગતમાં જગ્યા બનાવવાનું ખૂબ પડકારજનક હતું. શરૂઆતના દિવસોમાં જુનિયર આર્ટિસ્ટ સાથે સેટ પર જે પ્રકારનું વર્તન થતું હતું તે જાેઈને મૃણાલ રોજ રડતી હતી. કપરા દિવસોમાં માતા-પિતાએ સપોર્ટ કરતાં પોતે આ મુકામ પર પહોંચી હોવાનું મૃણાલ માને છે. મૃણાલે જણાવ્યું હતું કે, શરૂઆતના દિવસોમાં નાના પડદે કામ મળ્યું હતું. એક્ટિંગના કારણે ઓળખ મળી, પરંતુ સન્માન મળતું ન હતું. દરરોજ કંઈક સારું થવાની આશામાં તે શૂટિંગ પર જતી હતી, પરંતુ નવા અને જુનિયર આર્ટિસ્ટ સમજીનો લોકો અલગ વ્યવહાર કરતા હતા. કેટલાક લોકો ન્યૂ કમર્સ માટે સારું વલણ ધરાવતા હતા, પરંતુ એકદંરે નિરાશ થઈને મૃણાલ ઘરે પહોંચતી હતી અને ખૂબ રડતી હતી. સંઘર્ષના આ દિવસોમાં માતા-પિતાએ મૃણાલને ક્યારેય એકલી છોડી ન હતી. તેઓ હંમેશા મૃણાલને હિંમત આપતા રહ્યા અને તેમના શબ્દોએ જ મૃણાલને તાકાત આપી. ૨૦૧૮માં મૃણાલને ઈન્ડો અમેરિકન ફિલ્મ લવ સોનિયા ઓફર થઈ. આ ફિલ્મે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી. ૨૦૨૨ના વર્ષમાં આવેલી મૃણાલની તેલુગુ ફિલ્મ સીતારામ ખૂબ સફળ રહી હતી. તેને હિન્દી ફિલ્મો પણ ઓફર થઈ રહી છે. તાજેતરમાં મૃણાલે વિજય દેવરકોન્ડા સાથે તેલુગુ ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મનું નામ હજુ જેર થયું નથી. પરંતુ તેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું એલાન મૃણાલે સોશિયલ મીડિયા પર કર્યું છે. મૃણાલે ફિલ્મના મુહુર્તના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા. ૨૦૨૨માં દુલકર સલમાન સાથે તેલુગુ ફિલ્મ સીતારામની સફળતા બાદ મૃણાલને આ ત્રીજી તેલુગુ ફિલ્મ મળી છે. સાઉથના સ્ટાર નાની સાથેની મૃણાલની ફિલ્મ હજુ રિલીઝ થઈ નથી.
Recent Comments