જુનિયર ક્લાર્ક પેપર લીકની ઘટના બાદ સાવરકુંડલા શહેરમાં N.S.U.I દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી હાઈવે ચક્કાજામ કર્યો
જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થતાં જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા રદ થવાના સમાચાર મળતાં અમરેલી જિલ્લા એન.એસ.યુ.આઈ. પ્રમુખ તથા પ્રદેશ અગ્રણી કેતન ખુમાણ તેમજ તેના સાથી મિત્રો દ્વારા મહુવા રોડ સ્ટેટ હાઇવે ઉપર ટાયર સળગાવી વિરોધ દર્શાવ્યો હતો આ તકે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવેલ. અને સરેઆમ રસ્તા પર અડીંગો જમાવીને હાઈવેને ચક્કાજામ કરતાં તાત્કાલિક ધોરણે સાવરકુંડલા ટાઉન પોલીસ આવી પહોંચી હતી અને સળગતાં ટાયરની આગ ઓલવી પ્રમુખ શ્રી કેતન ખુમાણની અટકાયત કરી મામલો શાંત કર્યો હતો. ત્યારે અવારનવાર છાશવારે પેપર લીકની બનતી ઘટનાઓ પ્રત્યે કેતન ખુમાણે આક્રોશ વ્યક્ત કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
Recent Comments