fbpx
ગુજરાત

જુલાઇના પહેલા વીકમાં ધોરણ ૧૦નું પરિણામ જાહેર થાય તેવી શક્યતા

ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેના કારણે જે વિદ્યાર્થીઓ નિયમિત હતા., તેમની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જે પહેલા વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ માર્કિંગ સ્કૂલ બોર્ડ દ્વારા અપલોડ કરવા પણ કહ્યું હતું. જે બાદ જૂન મહિનાના અંતિમ વીકમાં પરિણામ જાહેર થશે, તેમ જાણવા મળ્યું હતું. પરંતુ હવે જુલાઇના ફર્સ્ટ વીકમાં વિદ્યાર્થીઓ ધોરણ ૧૦નું પરિણામ જાહેર થાય તે પ્રકારની શક્યતા રહેલી છે.

કોરોના મહામારીના કારણે આ વર્ષે ધોરણ ૧૦ની પરીક્ષા રદ કરવામાં આવી હતી. ઇન્ટર્નલ માર્કિંગના આધારે તેમજ વિવિધ પરીક્ષાઓમાં તેમના પરિણામના આધારે રિઝલ્ટ જાહેર થશે. આતુરતાથી જે નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામની રાહ જાેઇ રહ્યા હતા, તે ૩ જુલાઈ સુધી જાહેર થાય તે પ્રકારે સૂત્રોએ જણાવ્યું હતું. જાે કે, આ પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. વિદ્યાર્થીઓનું પરિણામ અને તેમનાં હાથમાં માર્કશીટ મળ્યા બાદ તેઓની પ્રવેશ પ્રક્રિયા આગામી સમયમાં શરૂ થશે.

ધોરણ૧૦ની જેમ જ ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે. પરંતુ વિદ્યાર્થીઓએ ૨૮ જૂનથી લઇને ૪ જુલાઇ સુધી પોતાના માર્ક્સ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ માધ્યમિક શાળાના આચાર્યને સુચના આપી છે, બોર્ડની વેબસાઇટ પર માર્ક્સ અપલોડ કરવા માટે સૂચન કરાયું છે. નિયમિત વિદ્યાર્થીઓના નિયત માળખા મુજબ ગુણ અપલોડ કરવાના રહેશે. જેના આધારે વિદ્યાર્થીઓનું પરિણામ જલદી નક્કી કરવામાં આવશે. જાે કે, અત્યાર પૂરતું પરિણામ ધોરણ ૧૨નું ક્યારે જાહેર કરાશે તેને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Follow Me:

Related Posts