સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢઃ કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જાેશી થયા કોરોના સંક્રમિત

રાજ્યમાં વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જાેશીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના સંક્રમિત થતા તેઓ હોમ કોરેન્ટાઈન થયા છે. કળતર અના ગળાં મા ચેપ જેવું લાગતાં ભીખાભાઈએ કોરોનાના રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટીવ આવતા ૧૪ દિવસ માટે હોમ કોરોન્ટાઈન થયા છે.

રાજ્યમાં સૌથી વધુ ૬૦૨૧ નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૫૫ લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪૮૫૫ પર પહોંચ્યો છે.

Related Posts