fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢના અનોખા લગ્ન, કન્યા સાડા પાંચ ફૂટની અને વર ત્રણ ફૂટનો

ગઈકાલે તા. 30મી નવેમ્બર 2020ના રોજ પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની દિકરી ચિ. શાન્તાબેન અરજણભાઈ મકવાણા, મેંદરડા ગામનાં વતની અને અંધ કન્યા છાત્રાલયના વિદ્યાર્થીની કે જેઓએ છાત્રાલયમા રહીને બી.એડ. સુધી અભ્યાસ કર્યો  છે જેમના લગ્ન જામજોધપુરનાં રમેશભાઈ ગાંડા ભાઈ ડાંગર જેઓ પ્રાથમિક શિક્ષક છે તેની સાથે જૂનાગઢ અપના ઘર  વૃદ્ધાશ્રમમાં  સત્યમ સેવા મંડળ તેમજ દાતાશ્રીઓ દ્રારા કરિયાવરમાં 78 વસ્તુઓ આપી લગ્ન સંપન્ન કરાવી માનવતાનુ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.                                                   આપણે ત્યાં કહેવાય છે કે વિધિના લેખ લખાયા હોય તે જીવન સાથી મળે છે. લગ્ન જીવન માટે યોગ્ય અને સમકક્ષ સાથીનાં વર અને કન્યા પસંદ કરતા હોય છે. જોકે, આ કિસ્સામા કોઈ પણ પ્રકારની સામ્યતા નથી. વરરાજા ની ઉંચાઈ નથી તો કન્યા પ્રજ્ઞાચક્ષુ છે. છતાં બંને એ પોત પોતાની ખામીઓને ખૂબી બનાવીને સાથે જીવન જીવવાનો નીર્ધાર કર્યો છે

Follow Me:

Related Posts