fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢના કલેક્ટરે ૮૦ વર્ષ વટાવી ચૂકેલા વરિષ્ઠ મતદારોનું રેડ કાર્પેટ ઉપર કર્યું સ્વાગત-સન્માન

રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે માટે મહત્તમ મતદાન થાય તેને લઈ જૂનાગઢ કલેક્ટર દ્વારા નવીન પહેલ કરવામાં આવી હતી. કલેક્ટર રચિત રાજના નિવાસ સ્થાને ૮૦ વર્ષ વટાવી ચૂકેલા વડીલ મતદારોનું રેડ કાર્પેટ ઉપર સ્વાગત સન્માન કરાયું હતું. લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવા માટેના આ વરિષ્ઠ નાગરિકોના તેમના સક્રિય યોગદાન માટે કૃતજ્ઞતા પત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. કલેક્ટરે આ વરિષ્ઠ મતદારો સાથે સંવાદ કર્યો હતો. જે દરમિયાન તેમણે આ મતદારોના ચૂંટણી અને મતદાનના અનુભવો રસપૂર્વક જાણ્યા હતા. આ સાથે તેમના તરફથી મળેલા મૂલ્યવાન પ્રતિભાવોને પણ નોંધ્યા હતા. કલેક્ટરે આ વિશિષ્ટ પ્રસંગે જણાવ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં યુવાનો, મહિલાઓથી માંડી દરેક મતદાર લોકશાહીના આ પર્વમાં સહભાગી થાય અને મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાગૃતિલક્ષી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. વરિષ્ઠ નાગરિકો કે, જેમણે બંધારણીય ફરજ પ્રત્યે સતત સકારાત્મક યોગદાન આપ્યું છે.

તેમજ લોકશાહી મજબૂત બનાવવા અને આ પ્રક્રિયમાં ભાગ લેવા માટેનો તેમનો ઉત્સાહ યુવાનોને પ્રેરણા આપવાની સાથે એક ઉદાહરણ પણ પૂરું પાડે છે. આ જવાબદાર વરિષ્ઠ મતદારોના કારણે જ ભારત એક લોકશાહી તરીકે વિશ્વમાં વિકાસ પામી રહ્યું છે. સાથે જ લોકશાહીને વધુ સુદ્રઢ બનાવી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયાને મજબૂત કરવાની સાથે ચૂંટણીઓ મુક્ત, ન્યાયી, સમાવેશી, સુલભ અને તેમાં સહભાગી બનવા માટે અચૂક મત આપીએ. તેમ જણાવતા કલેક્ટરે કહ્યું કે, જન પ્રતિનિધિઓ ચૂંટવા અને સરકાર- શાસકોની પસંદગી કરવામાં દરેક મતના મૂલ્યને વાસ્તવિક અર્થ આ વરિષ્ઠ નાગરિકોએ ચરિતાર્થ કર્યો છે. આમ કલેક્ટર દ્વારા આ તમામ વરિષ્ઠ નાગરિકો મતદારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા લોકશાહીના પર્વમાં સક્રિય સહભાગી થવાની સાથે યુવાનોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો અનુરોધ કર્યો હતો. આગામી વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે કલેક્ટર રચિત રાજે નવીન પહેલ કરી છે.

Follow Me:

Related Posts