જૂનાગઢના કેશોદની યુવતીનો બિભત્સ વિડીયો વાયરલ કરનાર ૩ ઈસ્મોની ધરપકડ
જૂનાગઢના કેશોદમાં રહેતી એક યુવતી પોતાના ઘરે હતી તે સમયે તેને સોશિયલ મીડિયામાં કોઈએ એક લીંક મોકલી હતી. જેથી તે ખોલીને જાેતા તેમાં તેણીના ફોટાવાળો વીડિયો બનાવીને કોઈએ તેમાં બિભત્સ લખાણ કરીને ધમકીભર્યા શબ્દો વાપરીને તેને અલગ-અલગ એકાઉન્ટોમાં પોસ્ટ કરીને વાયરલ કર્યા હતા. આ અંગે યુવતીએ એક વર્ષ પહેલા જૂનાગઢ રેંજ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. જે અંગે સાયબર પોલીસના પીઆઈ કે.કે.ઝાલા, પીએસઆઈ આર.વી.વાજા સહિતના સ્ટાફે સાયબર ક્રાઈમ હેઠળ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં વીડીયો સોશિયલ મીડિયાની સાઈટ ઉપર મુકીને બદનામ કરનાર ત્રણ શખ્સોની ઓળખ મેળવી લીધી હતી. જેના આધારે સાયબર પોલીસની ટીમે રઘુવીરસિંહ ધરમસિંહ પાડવી ઉ.વ.૪૮ રહે. સાગબારા, જી.નર્મદા, સાગર વિજયકુમાર વસાવા ઉ.વ ૩૧ અયોધ્યાનગરી, જાડેશ્વર રોડ, ભરૂચ અને નિતીન અમરસિંહ પાડવી ઉ.વ.૩ર રહે. સાગબારા, જી.નર્મદા નામના શખ્સોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વર્તમાનમાં વધી ગયેલા સોશિયલ મીડિયાના ઉપયોગના માઠા પરીણામો પણ સામે આવી રહ્યા છે. જેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા કામોમાં કરવાના બદલામાં ફ્રોડ અને બદનામ કરવા જેવા કામોમાં વધુ થઈ રહ્યો છે. જે આજની યુવા પેઢી કે જે વધુ પ્રમાણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે તેમના માટે લાલબત્તી સમાન હોવાની જાણકારોમાં ચર્ચા થઈ રહી છે.જૂનાગઢ જિલ્લાના કેશોદની એક યુવતીના ફોટાનો દુરઉપયોગ કરીને તેનો વીડીયો બનાવીને તેમાં બિભત્સ લખાણ લખીને કોઈ શખ્સોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. તેમજ યુવતીને ધમકી આપી હતી. એક વર્ષ પહેલાની આ ઘટનામાં યુવતીએ જે તે સમયે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં સાયબર પોલીસની ટીમે નર્મદા-ભરૂચ જિલ્લાના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સો યુવાધન કે જે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે તેમના માટે લાલબત્તી સમાન છે.
Recent Comments