જૂનાગઢના ગિરનાર જંગલમાં આવેલા દાતારેશ્વર આશ્રમના મહંત કાશ્મીરી બાપુ ગત તારીખ છ ના બ્રહ્મલીન થયા હતા આજે તારીખ 22 ના તેમનો ભંડારો અને નવા મહંત ની ચાદર વિધિ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને સેવકો ઉપસ્થિત રહયા હતા ગિરનાર જંગલમાં આમકુ વિસ્તારમાં આવેલ દાતારેશ્વર આશ્રમના મહંત પૂજ્ય કાશ્મીરી બાપુ (ઓમકારગીરીજી) ગત તારીખ 6 ફેબ્રુઆરી ના બ્રહ્મલીન થયા હતા અને સેવકોમાં ગમગીની વ્યાપી ગઈ હતી આજે કાશ્મીરી બાપુ ના ભંડારા ની ઉજવણી થઈ હતી અને આશ્રમના મહંત તરીકે નર્મદા પુરી માતાજી ની ચાદર વિધિ થઇ હતી આ પ્રસંગે હરિદ્વાર નિરંજની પંચાયતી અખાડાના મહંત હરિ ગોવિંદ પુરીજી, મંહત કેશવપુરીજી તેમજ મોટી સંખ્યામાં અન્ય સાધુ-સંતો તેમજ ઉપસ્થિત રહ્યો હતો અને દરરોજ રાત્રીના સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક નામાંકિત કલાકારો એ પોતે સંતવાણી કરી અને કાશ્મીરી બાપુ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાશ્મીરી બાપુના બ્રહ્મલીન થયા થી આજદિન સુધી સતત ભજનો અવિરત પ્રવાહ શરૂ રાખવામાં આવ્યો હતો ભજન અને ભોજન એ કાશ્મીરી બાપુ નુ સૂત્ર હતું તે સાર્થક થયું છે
જૂનાગઢના ગિરનાર જંગલમાં આજે કાશ્મીરીબાપુનો ભંડારો તેમજ આશ્રમના નવા મંહતની થઈ ચાદરવિધિ


















Recent Comments