જુનાગઢ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોડ સેટિંગ ના નામે ફરી વીજ ધાંધિયા શરૂ થયા છે જેમાં ચોવીસ કલાકમાંથી માત્ર છ કલાક નિયમિત વીજળી ન મળતી હોવાથી ખેડૂતો રાત્રે ઉંઘી પણ શકતા નથી આ સમસ્યાથી ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે હાલ કાળઝાળ ગરમીમાં ઉનાળુ મગફળી તલ અડદ મગ જેવા પાકને પિયતની જરૂર છે અને ખેડૂતો પાકને પાણી આપવા માટે મહેનત કરી રહ્યા છે ત્યારે વીજ ધાંધિયા શરૂ થયા છે લોડ સેટિંગ ના નામે ચોવીસ કલાકમાંથી માત્ર છ કલાક નિયમિત વીજળી મળતી નથી મેસેજ માં જે સમય હોય છે તેનાથી ત્રણ કલાક મોડી વીજળી આવે છે અને આવ્યા બાદ અડધી કલાકમાં ફરી ગુલ થઈ જાય છે આવી જ નીતી જેના કારણે ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે અને રાત્રે વીજળીની ચિંતામાં ઊંઘી પણ શકતા નથી આથી છ કલાક વીજળી આપવામાં આવે અને એ પણ નિયમિત રીતે આપવામાં આવે તેવી ખેડૂતો એ અવારનવાર માંગ કરી છે પંરતુ કોઈ નિરાકરણ થતું હોય એવું ખેડૂતો લાગતું નથી જેથી હવે ખેડૂતોએ આ અંગે આંદોલનની ચીમકી આપી છે
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને માત્ર છ કલાક પણ પૂરતી વીજળી ન મળતી હોવાથી રોષ

Recent Comments