ગુજરાત

જૂનાગઢના જે.કે.સ્વામી વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ થયો

ફરી એક વાર જૂનાગઢના એક સ્વામી વિવાદમાં આવ્યા છે, જે.કે.સ્વામી વિરૂધ્ધ ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. જે.કે.સ્વામી વિરૂધ્ધ પોલીસમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. જે.કે.સ્વામી સામે સુરતના કોર્પોરેટર અને પાણી સ્મિતિના ચેરમેન સામે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.

જેમાં જે.કે.સ્વામીએ ૭૦૦ વીઘા જમીન ખરીદવાના નામે ૧ કરોડ પડાવ્યા હોવાનું કહેવાય છે. એક ગુરૂકુળના પ્રોજેક્ટ માટે જમીન ખરીદવાના નામે તેમણે રૂપિયા પડાવ્યા હતા.આ છેતરપિંડીનો ભોગ ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલડી બન્યા હતા. આ અંગે સુરત ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ થયો છે. સુરેશ શાર્દુલ અને જે કે સ્વામી સહિતનાઓ સામે ગુનો નોંધાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે કોર્પોરેટર હિમાંશુ રાઉલજીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.રિઝામાં સ્વામીનારાયણ મંદિર અને ગુરુકૂળ બનાવવાના નામે ઠગાઈ કર્યાનો દાવો કરાયો છે. ૭૦૦ વિઘા જમીન ખરીદી કરવાના નામે ઠગાઈ કરી હોવાનો પણ દાવો કરાયો છે. ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Related Posts