વંથલી તાલુકાના સેદરડા ગામની સીમમાં રહેતા મહિલા પોલીસ કર્મીના પિતા રાજાભાઈ જીલડીયા અને માતા જીલુબેનની અજાણ્યા શખ્સો હત્યા કરી ૭ લાખની લૂંટ ચલાવવાના મામલે વંથલી પોલીસ એલસીબી અને ટેકનિકલ સેલ એમ ત્રણ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં ગુનાનો ભેદ ઉકેલાઈ જવાની પોલીસને આશા છે હાલ શકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે
વંથલીના સેદરડા ગામની સીમમાં ડબલ મર્ડર મામલે ટૂંક સમયમાં ગુના પરથી પડદો હટી જાય તેવી પોલીસને આશા છે હાલ વિવિધ શકમંદોની પૂછપરછ નો ધમધમાટ શરૂ છે એલ.સી.બી એસ.ઓ.જી ડીવાયએસપી વંથલી પોલીસ ગુનાનો ભેદ ઉકેલવા મથી રહી છે
Recent Comments