જૂનાગઢના પોલીસ કર્મીના માતા પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓ ઝડપાયા
જૂનાગઢના વંથલી તાલુકાના સેદરડા ગામે મહિલા પોલીસ કર્મચારીના માતા-પિતા પોતાના ખેતરમાં રહેતા હતા અને લૂંટના ઇરાદે ત્રણ દિવસ પહેલા તેમની ઘાતકી હત્યા કરવામાં આવી હતી આ હત્યાના બનાવને ગણતરીના દિવસોમાં જ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં મૃતક રાજાભાઈ જીલડીયા ખેતરમાં કામ કરતા શ્રમિકની જ સંડોવણી ખુલી છે શ્રમિક અગાઉ મૃતક રાજા ભાઈના ખેતરમાં કામ કરવા માટે આવ્યો હતો જેથી રાજાભાઈ ની હિલચાલ અને તેને આર્થિક બાબતો થી પરિચિત હતો ત્રણથી ચાર લોકોનુ ગ્રુપ બનાવી સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે આવ્યો હતો પરંતુ પોલીસે ટેકનિકલ સોર્સ ના આધારે આરોપી પ્રેમચંદની અને તેના ત્રણમાંથી બે સાગરીતોની ધરપકડ કરી લીધી છે
Recent Comments