જૂનાગઢના ભવનાથ માંથી નાગા સાધુઓને નીકળેલી રવેડી બની આકર્ષણનું કેન્દ્ર
મહા વદ તેરસના દિવસે જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં જૂના અખાડાએ થી નાગા સાધુઓની રવેડી નીકળે છે આ રવેડી ના દર્શન કરવા લાખોની સંખ્યામાં લોકો રાજ્ય અને દેશભરમાંથી ઉમટી પડે છે રાત્રિના નવ વાગ્યે નાગા સાધુઓને રવેડી જુનાગઢ ની ભવનાથ તળેટીમાં પસાર થઈ હતી અને લાખો ભાવિકોએ નાગા સાધુઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શિવરાત્રી નિમિત્તે નાગા સાધુઓને રવેડી માં અગ્નિ અખાડા આહવાન અખાડા અને જૂના અખાડાના સાધુ સંતો જોડાયા હતા રવેચી માં સામેલ હતા નાગા સાધુઓ દ્વારા વિવિધ અંગ કરતબો પણ કરવામાં આવ્યા હતા લાકડી તલવાર ત્રિશૂલ વડે સાધુઓએ અંગ કરતબોના દાવ કર્યા હતા એક બાદ એક અખાડાઓ ના મહંતો પણ રવાડી માં સામેલ થયા હતા અખાડાના અને સાધુ સમાજના મુખ્ય સંતોને બગીમાં બેસાડી રવેડી માં જોડાયા હતા પાંચ દિવસ ના મેળા નો અંતિમ દિવસે રવેડી દર્શન કરવા માટે લોકો કલાકો સુધી બેસી ગયા હતા જૂના અખાડા થી શરૂ થયેલી રવેડી ઇન્દ્રભારતી ના દરવાજા છે ભારતી આશ્રમ થઈ ભવનાથ મંદિરે પહોંચી હતી
Recent Comments