સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢના મહા શિવરાત્રી મેળામાં કોમર્શિયલ હેતુ માટે કાલે 49 પ્લોટ ફાળવાશે

જૂનાગઢના ભવનાથમાં મહા વદ નોમ થી મહા શિવરાત્રી મેળો યોજાવાનો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા ઉતારા અને અન્ય ક્ષેત્રના સંચાલકોને 132 પ્લોટ અને જંગલ વિસ્તારમાં આવેલા 49 પ્લોટ ફાળવવામાં આવશે જ્યારે 49 પ્લોટ કોમર્શિયલ હેતુ માટે ફાળવવામાં આવશે જેની તારીખ 20 ના ભવનાથમાં હરરાજી કરવામાં આવશે જેના દ્વારા મહાનગરપાલિકાને ૧૪ લાખની આવક થવાનો અંદાજ છે જ્યારે મંડપ સર્વિસ બેરીકેટેટ માટે ૫૫ લાખ 3000 ટયુબલાઈટ 500 હેલોજન જનરેટર સહિતની સુવિધા માટે ૨૫ લાખ સાફ-સફાઈ પાણી પુરવઠા માટે ૧૫ લાખ મળી કુલ એક કરોડનો ખર્ચ થશે ભવનાથમાં ઝોનલ ઓફિસ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ પોલીસ સ્ટેશનની બાજુમાં રિંગ રોડ અને ભવનાથ ફાયર સ્ટેશન ખાતે હંગામી ફાયર સ્ટેશન બનાવવામાં આવશે જિલ્લા પંચાયત અને સિવિલ હોસ્પિટલના સહયોગથી ચાર આરોગ્ય કેન્દ્રો ઉભા કરવામાં આવશે અને ત્યાં એમ્બ્યુલન્સ સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર પેરામેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે દત ચોક ખાતે માહિતી કેન્દ્ર અને ભવનાથ ઝોનલ કચેરી ખાતે ઈન્ટરનેટ સુવિધા સાથે કંટ્રોલરૂમ બનાવવામાં આવશે

Related Posts