જૂનાગઢના યુવાને 55.30 મિનિટ માં ગિરનાર સ્પર્ધા પૂર્ણ કરી રેકોર્ડ સ્થાપ્યો
રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે જુનાગઢ ગિરનાર પર્વત ખાતે 14મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી આ સ્પર્ધામાં ભાગ લેવા 11 રાજ્યના 449 ની અરજી આવી હતી પરંતુ આજે સવારે 160 સિનિયર ભાઈઓ 75 જૂનીયર ભાઈઓ-બહેનોને ૬૦ બહેનો મળી કુલ ૩૬૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો સવારે 6.45 વાગ્યે પશુપાલન મંત્રી દેવાભાઈ માલમે, મેયર ગીતાબેન પરમાર સહિતના અગ્રણીઓના સૌપ્રથમ ભાઈઓ ની ટુકડી બાદમાં બહેનોની ટુકડીને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ સ્પર્ધામાં જૂનાગઢના લાલા પરમાર ઉ.વ.20 માત્ર 55.30 મિનિટમાં સાડા પાંચ હજાર પગથિયાં ચડી ઉતરી ને અગાઉના 55.31 સેકન્ડના રેકોર્ડને તોડી નવો રેકોર્ડ બનાવ્યો છે અગાઉ 55 31 મિનિટનું રેકોર્ડ હતો જ્યારે સિનિયર બહેનોમા તામસીસિહ 32 15 મિનિટમાં માળીપરબ સુધી 2000 પગથીયા ચડી ઉતરી નવો રેકોર્ડ બનાવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને ખેડૂત માતા પિતાની પુત્રી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો આ તમામ સ્પર્ધકોને બપોરે ૧૨ વાગ્યે ઇનામ વિતરણ કરી રોકડ પુરસ્કાર શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા
Recent Comments