રાજસ્થાનના ટ્રક ચાલક શંભુસિંહ નાથુસિંહ ઉ.વ. ૪૦ અને તેના ક્લીનર રાજુભાઇ બાબુભાઇ ગામેતી ટ્રક લઈ વિસાવદર માર્બલ ઉતારવા આવ્યા હતા. ત્યાંથી તેઓ જૂનાગઢ નજીક ટ્રાન્સપોર્ટ ઓફિસે આવીને રોકાયા હતા. દરમ્યાન ટ્રક ચાલજ શંભુસિંહ અને ક્લીનર રાજુભાઈ નજીકમાં વડાલ ગામ પાસે શાકભાજી લેવા ચાલીને જઈ રહ્યા હતા. તે સમયે અચાનક પાછળથી પુરપાટ આવેલા ઇકો કારના ચાલકે શંભુ સિંહ અને રાજુભાઈને ઠોકરે ચડાવતાં બંન્ને હવામાં ફંગોળાઇને નજીકના ખાડામાં પટકાયા હતા. આ અકસ્માત સમયે હાજર લોકો દોડીને સ્થળ પર પહોચ્યા હતા. બાદમાં બંન્નેને ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલએ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શંભુસિંહને મૃત જાહેર કર્યા હતા. તો ગંભીર રીતે ઘવાયેલા રાજુભાઈને સારવાર આપી આઇસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા. આ અંગે રાજસ્થાનના રાજસંમદ જિલ્લાના નાનદોળા ગામના અન્ય ટ્રક ચાલક ગુલાબસિંહ રાજપૂતે અજાણ્યા ઇકો કારના ચાલક સામે ફરીયાદ કરતા પોલીસે ઓળખ મેળવી પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.જૂનાગઢ નજીકના વડાલ પાસે ચાલીને શાકભાજી લેવા જઈ રહેલા રાજસ્થાનના ટ્રક ચાલક અને ક્લીનરને પાછળથી પુરપાટ આવતી ઇકો કારના ચાલકે હડફેટે લીધા હતા. જેના પગલે ફંગોળાયેલા બંન્ને પૈકી ટ્રક ચાલકનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ક્લીનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના વડાલ પાસે ચાલતા જતા બે ઈસ્મોને ઈકો કારે અડફેટે લેતા ૧નું મોત

Recent Comments