‘લિફાફા’ અભિષેક અગ્રાવતનું ત્રીજું પુસ્તક છે. 84 લેખોમાં ફેલાયેલા આ પુસ્તકમાં યુવાની સાથે સીધો અને તાજો સંવાદ કરવામાં આવ્યો છે. યુવાની એવી ઉંમર છે જ્યારે ઉર્જા વિશેષ હોય છે પરંતુ ભીતરી અને બાહરી સવાલો અને સમસ્યાઓ અનેક હોય છે. ‘લિફાફા’માં લેખકે પોતાની સૂઝ,સમજ અને મૌલિક દ્રષ્ટિકોણથી આ સવાલો પાછળની સુંદરતા ખોલવાની કોશિશ કરી છે.પુસ્તક અર્પણ વેળાએ વૃંદાવન હોન્ડાના શ્રી લક્ષમણભાઈ કામલિયા -ભગુડા, જૂનાગઢથી ધ્રુવબાપુ તેમજ પરેશભાઈ અગ્રાવત ઉપસ્થિત રહ્યા હતા. સૌ માટે આ ઘણી આનંદની ક્ષણો રહી હતી.
જૂનાગઢના વતની અને હાલ ગાંધીનગર સચિવાલય ખાતે ફરજ બજાવતા સાહિત્યકાર અભિષેક અગ્રાવત લિખિત ‘ લિફાફા ‘ નામના નવા પ્રકાશિત પુસ્તકને મોરારીબાપુના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું.

Recent Comments