જૂનાગઢની નર્સિંગ કોલેજમાં લગ્નની લાલચ આપી યુવકે વારંવાર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુંયુવતીએ ઝેરી દવાની ૨૦થી વધુ ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો
જૂનાગઢની નર્સિંગ કોલેજમાં લગ્નની લાલચ આપી યુવકે વારંવાર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. યુવક અને યુવતી વચ્ચે સાથે અભ્યાસ દરમિયાન પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી પ્રિતેશ ગોહિલે યુવતીને લગ્ન કરીને સાથે રહેવાના વચન આપ્યાં હતા. જેમાં ભોળવાયેલી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને તેના વીડિયો ઉતાર્યા હતા. આરોપી યુવતીને વારંવાર વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પરેશાન કરતો તો. અને વારંવાર યુવતી સાથે મારઝૂડ પણ કરતો હતો. જેથી કંટાળેલી યુવતીએ ઝેરી દવાની ૨૦થી વધુ ગોળીઓ ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત યુવતીની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી હતી.
Recent Comments