જૂનાગઢની સિમેન્ટ ફેકટરીમાંથી વન વિભાગે દીપડો પકડયો

જૂનાગઢના માળીયા તાલુકાના ભંડુરી ગામ પાસે આવેલી અજમેરા સિમેન્ટ ફેક્ટરીમાં આજથી ત્રણ દિવસ પહેલા દીપડો ઘૂસી ગયો હતો જેના લીધે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને ભંડુરી ગામના લોકોમાં દહેશત જાેવા મળી હતી. આ અંગેની જાણ વનવિભાગને કરવામાં આવી હતી ,તંત્રએ દિપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં આજે સફળતા મળી છે અને એક દીપડો પાંજરે પુરાયો છે. જેને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. તેની તબીબી પરિક્ષણ કર્યા બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવશે.
દીપડો પાંજરે પુરાતા સિમેન્ટ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને ગામના લોકોમાં રાહત જાેવા મળી છે, પણ એક સાથે પ્રવેશેલા બે દીપડા પૈકી એક દીપડો સિમેન્ટ ફેક્ટરીમાંથી ભાગી ગયો હતો. દીપડાને પાંજરે પુરવામા વન વિભાગને સફળતા મળી છે. તેને લઈને સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ અને ભંડુરી ગામના લોકોમાં ભારે રાહત જાેવા મળી રહી છે.
Recent Comments