fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢની હોટલમાં સિંહના આંટાફેરા સીસીટીવી કેમેરામાં થયા કેદ

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. જાેકે, જંગલનો રાજા હવે શહેરમાં પણ આંટાફેરા મારવા લાગ્યો છે. જૂનાગઢ શહેરની એક હોટલમાં સિંહ આંટાફેરા મારતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. હોટલમાં સિંહના આંટાફેરા જાેઈને સિક્યુરિટી ગાર્ડ પર ડરનો માર્યો કેબિનમાંથી બહાર નીકળી શક્યો ન હતો. જાેકે, સિંહ કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર અહીંથી ચાલ્યો ગયો હતો. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ રેલવે સ્ટેશન નજીક આવેલી એક હૉટલમાં સિંહના આંટાફેરા જાેવા મળ્યા હતા.

આ અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જાેઈ શકાય છે કે સિંહ મુખ્ય દરવાજેથી કૂદીને હોટલની અંદર આવે છે. જે બાદમાં સિંહ પાર્કિંગ સહિતના સ્થળો પર આંટાફેરા મારે છે. થોડીવાર સુધી હોટમાં આમતેમ આંટાફેરા માર્યા બાદ સાવજ જ્યાંથી હોટલમાં પ્રવેશ્યો હતો ત્યાંથી જ દરવાજાે કૂદીને બહાર નીકળી જાય છે. સિંહ જ્યારે હોટલમાં પ્રવેશ કરે છે ત્યારે હોટલનો સુરક્ષાકર્મી ડરનો માર્યો પૂરાયેલો રહે છે. સિંહ આવી ગયાની જાણ થતાં તે ફફડી ઉઠ્યો હતો અને કેબિનની અંદર જ પૂરાયેલો રહ્યો હતો.

હોટલમાં આંટાફેરા કરીને સિંહ પરત જતો રહેતા સુરક્ષાકર્મીએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ શહેરના જાેશીપરાના સરદારપરા રહેણાંક વિસ્તારમાં સિંહ જાેવા મળ્યો હતો. આમ જંગલમાં રહેતો સિંહ હવે રાત્રે બિન્દાસ બનીને શહેરમાં આંટાફેરા કરી રહ્યો છે. જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જાેઈ શકાય છે કે આ બનાવ આઠમી ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે બન્યો હતો. સિંહે દોઢથી બે મિનિટ સુધી હોટલમાં આંટાફેર માર્યા હતા અને બાદમાં બહાર નીકળી ગયો હતો.

Follow Me:

Related Posts