જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા મોટાપાયે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ કરવામાં આવે છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ૬ સિંહોને બિહાર ના પટણા મોકલવામાં આવ્યા છે. પટણામાં ૨ નર અને ૪ માદા સિંહને મોકલવામાં આવ્યા છે. જેની સામે બિહારથી ‘ઇલેક્શન’ નામના માદા ગેંડાને લાવવામાં આવી છે. આ માદા ગેંડાનું નામ રસપ્રદ છે. પટણામાં તેને ઈલેક્શન નામ આપવામાં આવ્યું છે. આ માદા ગેંડાને કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવાયેલા ઝૂમાં મૂકવામાં આવશે. ગત ૧૬ સપ્ટેમ્બરના રોજ ૨ નર અને ૪ માદાને પટણાના ઝૂ ખાતે મોકલવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વન્ય પ્રાણીઓનું આદાન પ્રદાન કરવામાં આવે છે. ૬ સિંહોના બદલામાં પટણાથી ભારતીય પ્રજાતિનો ગેંડાને કેવડીયા ઝૂ ખાતે લઈ આવવામાં આવશે. જૂનાગઢના સક્કરબાગ ઝૂ દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા અનેક પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જેમાં હાલ કેવડિયા ખાતે બનાવાયેલા ઝૂ માટે મોટા પ્રમાણમાં એનિમલ એક્સચેન્જ કરવામાં આવી રહ્યું છે.ગુજરાત પાસે સિંહો નો ખજાનો છે. ત્યારે ગુજરાત મોટાપાયે એનિમલ એક્સચેન્જ કરે છે. ત્યારે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ગુજરાતમાં ૬ સિંહોના બદલામાં બિહારથી એક ગેંડો આવ્યો છે. બિહારના ઝૂ સાથે એક્સચેન્જ પ્રોગ્રામમાં ૬ ગુજરાતથી ૬ સિંહ મોકલવામાં આવ્યા છે, તેની સાથે એક ગેંડો લાવવામાં આવ્યો છે. બિહારથી લાવવામા આવેલ આ ગેંડાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મૂકવામાં આવશે.
જૂનાગઢનું બિહાર સાથે એનિમિલ એક્સચેન્જ

Recent Comments