fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં ઓમિક્રોન અને ચીકનગુનિયાના કેસમાં ધરખમ વધારો


ઓમિક્રોન અને ચીકનગુનિયાની ચોક્કસ દવા હજુ સુધી શોધાઇ નથી. આથી લક્ષણોના આધારે ડોક્ટરો દર્દીની ટ્રીટમેન્ટ કરે છે. , બંનેમાં દર્દીએ રાખવાની તકેદારી , ઓમિક્રોન અને ચીકનગુનિયા બંને વાયરસથી થતા રોગ છે. આથી તેમાં પાણી ખુબ પીવું જાેઇએ. ચીકનગુનિયામાં તો દર્દીએ ખાસ વધુ પાણી પીવું જાેઇએ. , વીટામીન સી યુક્ત ફળનું સેવન કરવું , પૌષ્ટિક આહાર લેવો. ચીકનગુનિયામાં સાંધાની આસપાસના સ્નાયુના છેવાડાના ભાગમાં દુઃખાવો હોય છે, પથ્ય આહાર લેવો , જરૂર પ્રમાણે આયુર્વેદિક ઔષધિયુક્ત માલીશ અને શેક લેવો, ઔષધિઓમાં ઉકાળા અને ટેબ્લેટ્‌સ હોય છે. જે તેના સ્ટેજ વાઇઝ રોગ અને દુઃખાવા પ્રમાણે જુદી જુદી ઔષધિ અપાય છે. સ્વાદ અને સુગંદ જતા નથી. યથાવત રહે છે., ઓક્સિજન લેવલ ઘટતું નથી. એટલે મૃત્યુની શક્યતા ઓછી થઇ જાય છે. , ઓમિક્રોનમાં મોટાભાગના દર્દી સામાન્ય સારવારથીજ રીકવર થઇ જાય છે.

તેમાં સ્પેશિયલ એન્ટીવાયરલ દવાની જરૂર પડતી નથી., દર્દી ૪ થી ૫ દિવસમાં રીકવર થઇ જાય છે., જૂનાગઢ સિવીલમાં કેન્યાના દર્દી ૩ દિવસમાં ડિસ્ચાર્જ થઇ ગયા હતા.જૂનાગઢ અત્યારે દુનિયાભરમાં કોરોનાના ખુબજ ઝડપથી ફેલાતા નવા વેરીયન્ટ ઓમિક્રોનનો ભય છવાયો છે. તો સાથે ચીકનગુનિયાએ પણ મહિનાઓથી ભરડો લઇ લીધો છે. એકમાં ભય વધુ છે તો બીજામાં પીડા ત્યારે બંનેની ખાસીયતો, લક્ષણો અને તેનાથી થતી પીડાની છણાવટ આ સાથે પ્રસ્તુત છે. તબીબોના કહેવા પ્રમાણે ઓમિક્રોનમાં રીકવરીના દિવસો ઓછા છે. જ્યારે ચીકનગુનિયામાં અત્યારે જે વેરીયન્ટ છે તેમાં પીડા લાંબો સમય ચાલે છે. અત્યારે જેને કોરોના છે તેમને ઓક્સિઝનની જરૂર પડી નથી એમ ડીડીઓ મિરાંત પરિખે જણાવ્યું છે. એલોપથીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એનાલ્જેસીક પ્રકારની દવા અપાય છે. પણ આ દવાઓ લાંબો સમય લેવી હિતાવહ ન હોઇ ઘણા ડોક્ટરો જાતેજ હોમિયોપેથી અથવા આયુર્વેદિક સારવાર લેવાની સલાહ આપે છે.

Follow Me:

Related Posts