fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં કિન્નર પર બે શખ્સોએ ધારીયા અને છરી વડે હુમલો કર્યો

જૂનાગઢ શહેરના હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ફિજાકુંવર સોનુકુંવર કિન્નર ઉર્ફે માસી ઉ.વ.૩૧ને સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા આદિલ રજાક સોલંકી સાથે ૧૦થી ૧૨ વર્ષથી સબંધ હતો. પરંતુ આદિલ છેલ્લા કેટલાક સમયથી ફિજાકુંવર કિન્નરને મારકૂટ કરતો હોવાથી સંબંધ ઓછો કરી નાખ્યો હતો. જેને લઈ આદિક ધરારથી સંબંધ રાખવા કહેતો અને અવારનવાર ફિજાકુંવરના ઘરે જઈ મારકૂટ કરતો હતો.

જેને લઈ ફિજાકુંવર કિન્નરે પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું. જેના કારણે ગતરાત્રીના દોઢેક વાગ્યે ફિઝાકુંવર કિન્નર અને તેનો ચેલો શાનવીકુંવર તેના ઘરે સુતા હતા. આ દરમિયાન આદિલ અને કારા ફકીરે આવી દરવાજાે ખખડાવ્યો હતો. આથી ફિઝાકુંવર કિન્નરે કોણ છે તેમ પૂછતા આદિલે તારો બાપ છું તેમ કહ્યુ હતું જેને લઈ કિન્નરે દરવાજાે ખોલ્યો ન હતો. આથી આદિલે દરવાજામાં ધારીયા મારી તોડી નાખી ઘરમાં ઘૂસી ગયો હતો. જે બાદ અપશબ્દો બોલી ફિઝાકુંવર પર ધારીયા વડે હુમલો કર્યો હતો. તેમજ મારમારી દીવાલમાં માથું અથડાવ્યું હતું. બાદમાં તેના ચેલા શાનવીકુંવરને પણ છરી મારી ઇજા પહોચાડી હતી. ત્યારબાદ આ બંન્ને ઘરમાં સામાન વેરવિખેર કરી નાંખી અને બારી દરવાજામાં તોડફોડ કરી હતી. તેમજ ધમકી આપી નાસી ગયા હતા.

આ ઘટના અંગે ફિઝાકુંવર કિન્નરે આદિલ રજાક સોલંકી અને કારા ફકીર સામે ફરિયાદ કરતા સી ડીવીઝન પોલીસે આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જૂનાગઢમાં હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતા કિન્નર અને તેના ચેલા પર બે શખ્સોએ ધારીયા અને છરી વડે હુમલો કર્યો હતો. કિન્નરે સંબંધ રાખવાની ના કહી પોલીસ ફરિયાદનું કહેતા બે શખ્સો દરવાજાે તોડી ઘરમાં ઘૂસી તોડફોડ પણ કરી હતી. જેને લઈ કિન્નરે ફરીયાદ કરતા સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts