જૂનાગઢમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક યુવાન ડૂબતાં, ૧૨ કલાકે મળ્યો મૃતદેહ
જૂનાગઢમાં ગણેશ ઉત્સવ દરમ્યાન મોટી દુર્ઘટના બનવા પામી. જૂનાગઢના ખોડીયારમાં ગણેશ વિસર્જન સમયે એક યુવાન પાણીમાં ડૂબ્યો. જૂનાગઢ માં ગણેશ ઉત્સવ દરમ્યાન મોટી દુર્ઘટના બનવા પામી. જૂનાગઢના ખોડીયારમાં ગણેશ વિસર્જન સમયે એક યુવાન પાણીમાં ડૂબ્યો. યુવાન પાણીમાં ડૂબતા તાત્કાલિક એસ.ડી.આર.એફ અને ફાયર વિભાગે તેની શોધખોળ આદરી. પ્રાપ્ત વિગત મજુબ જૂનાગઢના ખોડીયાર ઘુનામાં ગણેશ વિસર્જન વખતે દુઃખદ ઘટના બની. ખોડીયાર ધુનામાં રહેતા ૨૪ વર્ષીય યુવાન ગણેશ વિસર્જન કરવા ગયો અને મોત મળ્યું.
વિસર્જન સમયે અચાનક પાણીનો પ્રવાહ વધતા યુવાન પાણીમાં તણાયો. યુવાન પાણીના પ્રવાહમાં તણાતા તાત્કાલિક એસ.ડી.આર.એફ અને ફાયર વિભાગની જાણ કરવામાં આવી. રાત્રિના સમય સુધી યુવાનની શોધખોળ કરવામાં આવી. પરંતુ પાણીમાં મગર જેવા ઘાતકી જીવ હોવાના કારણે મોડી રાત્રે આ કામગીરી બંધ કરાઈ હતી. ત્યારબાદ વહેલી સવારે ફરીથી એસ.ડી.આર.એફ અને ફાયર વિભાગે યુવાનની શોધખોળ હાથ ધરતા ૧૨ કલાક બાદ તેનો મૃતદેહ મળ્યો. આ યુવાનનું નામ રોહિત વાઘેલા હોવાનું જાણવા મળ્યું. હાલમાં યુવાનના મૃતદહેને તેના પરિવારને સોંપવામાં આવ્યો. એસ.ડી.આર.એફ ની કામગીરી બાદ ૧૨ કલાકે યુવાનનો મૃતદેહ મળ્યો.
Recent Comments