સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં ડ્રગ્સ વેચતો ઝડપાયો શખ્સ, ૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢ એસ.ઓ.જી પોલીસે ડ્રગ્સ વેચતાં શખ્સને ઝડપી પાડ્યો છે. જેમાં નશીલો પદાર્થ વેચતાં શખ્સની પોલીસને બાતમી મળી હતી કે ડ્રગ્સ વેચતો શખ્સ ગ્રાહકની શોધમાં ઉભો છે. ત્યાં એસ.ઓ.જીની ટીમે જઇ તપાસ કરતાં શખ્સ પાસેથી ૩ લાખ ૩ હજારનો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયો હતો. તેમજ રૂ. ૩ લાખ ૩૯ હજાર ૭૬૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે અન્ય બે આરોપીઓને શોધવાં ચક્રો ગતિમાન કર્યા છે. એસ.ઓ.જીના પોલીસ પી.આઈ એ.એમ.ગોહિલને ખાનગીરાહે બાતમી મળેલી કે “સુખપુર, તા.ભેસાણ, જી.જૂનાગઢનો રહેવાસી કલ્પેશ ગુલાબભાઇ ખોજાજી ડ્રગ્સના જથ્થા સાથે જૂનાગઢ, આર.ટી.ઓ. ઓફિસના ગેઇટ પાસે આવેલા બ્રિજથી આગળ રીવર વીલા સોસાયટી તરફ જવાના રસ્તે ગ્રાહકોની શોધમાં ઉભો છે.” જે બાતમી આધારે બાતમીદારે જણાવેલી જગ્યા પર રસ્તા ઉપર જતાં રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળે બાતમીદારે કહેલો ઇસમ મોટર સાયકલ પાસે ઉભો જાેવા મળ્યો હતો.

જેમાં તે ઇસમને એસ.ઓ.જી. ટીમ દ્વારા કલ્પેશ ગુલાબભાઇ ખોજાજી નામના ઈસમને કોર્ડન કરી તેમની ઝડતી કરતાં કલ્પેશ ગુલાબભાઇ ખોજાજી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૩૦.૩ ગ્રામ જેની કિ.રૂ.૩ લાખ ૩ હજાર તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૫ હજાર તથા રોકડ રૂ.૧ હજાર ૭૬૦ તથા મો.સા. કિ.રૂ.૩૦ હજાર મળી કુલ કિ.રૂ.૩ લાખ ૩૯ હજાર ૭૬૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ખોડીયાર માતાજીના મંદીરની બાજુમાં, સુખપુર તા.ભેસાણમાં રહેતાં કલ્પેશ ગુલાબભાઇ ખોજાજીને પકડી પાડવામાં આવ્યો હતો

અને બીજા બે આરોપી સત્યેન્દ્ર, રહે.રાજસ્થાન અને અજય રહે.મુંબઇ વાળાને પકડવાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એસ.ઓ.જી.ના પીઆઈ. એ.એમ.ગોહિલ તથા એ.એસ.આઇ પી.એમ.ભારાઇ તથા પો.હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ વાંક, મજીદખાન પઠાણ, રવિકુમાર ખેર, જયેશ બકોત્રા, બાબુ કોડીયાતર તથા પો.કોન્સ, ધર્મેશ વાઢેળ, રવિરાજસિંહ વાળા વગેરે સ્ટાફ દ્વારા કામગીરી કરી મુદ્દામાલ કબજે કરી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો હતો. તેમજ આગળની તપાસ ચાલુ છે.

Related Posts