દર વર્ષે જૂનાગઢના ગિરનાર પર જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે જે જાન્યુઆરી મહિનામાં યોજાઇ હતી જ્યારે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ રવિવારે યોજાતી હતી આ વર્ષે પણ આગામી ૬ ફેબ્રુઆરીના રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાવાની હતી તેની અરજીઓ પણ મંગાવવામાં આવી હતી અત્યાર સુધીમાં ચારેય કેટેગરીમાં મળી કુલ ૫૦૦ અરજીઓ આવી હતી પરંતુ તાજેતરમાં કોરોનાના વધેલા સંક્રમણને લીધે ૧૫૦ થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ મૂકતા આગામી ૬ ફેબ્રુઆરીના યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા મોકૂફ રાખવામાં આવી છે હવે આગામી મા સ્પર્ધા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે
જૂનાગઢમાં તા. ૬ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ગિરનાર આરોહણ અવરોહણ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા કોરોનાને લીધે મોકુફ

Recent Comments