જૂનાગઢમાં દરગાહને નોટિસ બાદ ઘર્ષણનો કેસ, પોલીસ કર્મીઓનો બચાવ સરકાર નહીં કરે ઃ ગુજરાત હાઇકોર્ટ
જૂનાગઢમાં દરગાહને નોટિસ બાદ ઘર્ષણ સર્જાયુ હતુ. આ મામલાની સુનાવણી હાઈકોર્ટમાં શરુ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવા દરમિયાન પોલીસ કર્મચારીઓ તરફથી સરકારી વકીલ દલીલ નહીં કરે એમ કહ્યુ હતુ. હાઈકોર્ટે આ મામલામાં પોલીસ કર્મચારીઓને સરકાર તરફથી નહીં પરંતુ જાતેજ વકીલ રોકવા માટે કહ્યુ છે. હાઈકોર્ટે સરકારી વકીલને લઈ પોલીસ કર્મચારીઓ માટે સ્પષ્ટ કરી દીધુ હતુ કે, કર્મચારીઓ જાતે વકીલ રોકવા પડશે. દરગાહને નોટિસ બાદ પોલીસ અને લઘુમતી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે અરજીની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓના બચાવ માટે હાઈકોર્ટે સરકારી વકીલને અટકાવી દીધા હતા.
Recent Comments