જૂનાગઢમાં દોલતપરાનાં ધુનેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો
દોલતપરા ખાતેના ધુનેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર શખ્સને એલસીબીએ જીઆઇડીસીમાં દાન પેટી સાથે આટાફેરા કરતો પકડી પાડ્યો હતો. માર્કેટિંગ યાર્ડ રોડ પર કસ્તુરબા કોલોની સામે આવેલ ધુનેશ્વર મહાદેવ મંદિરમાંથી રાત્રિના સમયે તસ્કરો મંદિરની રૂપિયા ૭૦૦૦ થી ૧૦૦૦૦ની રોકડ સાથેની દાન પેટી ચોરીની નાસી ગયા હતા. ચોરીની આ ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં સીદી બાદશાહ શખ્સ મંદિરની દાન પેટી ચોરીને લઈ જતો હોવાનું જાેવા મળ્યું હતું. આ અંગે મહિલા પીએસઆઇ બી. એમ. વાઘમશીએ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન સીદી બાદશાહ જેવો દેખાતો શખ્સ જીઆઇડીસી વિસ્તારમાં કબૂતરી રંગની દાન પેટી સાથે આટા ફેરા કરતો હોવાની અને તેની પાસેની દાન પેટી ચોરીની હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે. જે. પટેલના સ્ટાફે ઘસી જઈ જીઆઇડીસી પાછળ આવેલ સોસાયટી વિસ્તારમાંથી દાન પેટી સાથે પકડી પાડ્યો હતો. દાન પેટી મુદ્દે પૂછતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો. બાદમાં ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લઈ જઈ પૂછપરછ કરતા આ શખ્સે તેનું નામ અમુ ઉર્ફે અબુ બાદશાહ કાસમ ઉમર બક્ષી પટણી હોવાનું અને શહેરમાં નરસિંહ વિદ્યામંદિર સામેની શેરીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. તેમજ તેણે મંદિર ચોરી કર્યાની કબુલાત આપતા રૂપિયા ૨,૬૯૪ની રોકડ સાથેની દાન પેટી કબજે કરી આગળની તપાસ માટે એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો. આમ મંદિરમાંથી દાનપેટીની ચોરી કરનારને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Recent Comments